સોનગઢમાં ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૦. :- મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના આઈસીડીએસ વિભાગ દ્વારા ચાલતા ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ ઉજવણીના ભાગરૂપે સોનગઢ ઘટક ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.
બાળકો અને પરિવારોમાં પોષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સ્થાનિક વાનગીઓમાંથી તૈયાર કરાયેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
