વ્યારા ઇનર વ્હીલ ક્લબના મારફતે વડીલ શ્રી નિપુણાબેનનું સન્માન કરાયું

0
વ્યારા ઇનર વ્હીલ ક્લબના મારફતે વડીલ શ્રી નિપુણાબેનનું સન્માન કર
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. આજે ઇન્ટરનેશનલ વર્લ્ડ ઓર્ગેન ડે નિમિત્તે વ્યારા ઇનર વ્હીલ ક્લબના મારફતે વડીલ શ્રી નિપુણાબેનનું સન્માન કરવામાં આવ્યું. જેવો ભગીની સમાજમાં પ્રમુખ તરીકે સેવા નિભાવી ચૂક્યા છે. તેઓ પાલવાળા બ્રહ્મ સમાજમાં ટ્રસ્ટી તરીકે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. વ્યારા નગરપાલિકામાં બે વખત પ્રમુખ તરીકે ચૂંટાયા અને નગરના કાર્યમાં સરસ મજાની કામગીરી બજાવી છે. અખિલ ભારતીય મહિલા પરિષદમાં બે વર્ષ ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે. વ્યારા ભગીની સમાજ ના સેવાકીય પ્રવૃત્તિ સાથે છેલ્લા 27 વર્ષથી ડોક્ટર મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ચક્ષુ બેંક જોડાયેલા અને ચક્ષુ બેંકમાં આજરોજ સુધી 2400 થી વધુ મૃત્યુ પામેલ સ્વજનોની ચક્ષુ નેત્રબેંકમાં મોકલી અને બીજાને નેત્રદાન આપનાર એવા નિપુણાબેન નું સન્માન કરવામાં આવ્યું. નેત્રદાન કરનાર પરિવારને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે. નિસ્વાર્થ ભાવે સેવાકીય કાર્યોમાં સેવા બજાવનાર વડીલ આપણા માટે આદર્શરૂપ છે આ કાર્યમાં આપણે ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા સહભાગી થયા તે સૌ માટે ગર્વની બાબત છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *