સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા તેમજ કાલિદાસ હોસ્પિટલ દ્વારા ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો

0
સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા તેમજ કાલિદાસ હોસ્પિટલ દ્વારા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા તેમજ કાલિદાસ હોસ્પિટલ દ્વારા ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ટ્રસ્ટી સભ્યો, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સ્વતંત્રતા દિવસના નિમિત્તે હોમિયોપેથિક મટેરિયા મેડિકા વિભાગના પ્રોફેસર ડૉ.તન્વી એસ. શાહ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે ભારતીય પ્રગતિ, શિક્ષણ, નવીનતા અને એકતા પર વક્તવ્ય આપ્યું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ આર. રાવે દેશની પ્રામાણિકતા, એકતા પર વક્તવ્ય આપ્યું અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દ્વિતીય બીએચએમએસના કોલેજના વિદ્યાર્થીની કુ. કોમલ યાદવે કર્યું. દ્વિતીય બીએચએમએસના કુ. ધ્રુવી રોહિતે મુખ્ય મહેમાનને ધ્વજવંદન કરવા માટે આમંત્રિત કર્યુ. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિત મહિમાનો મીઠાઈ લઈને હર્ષભેર છૂટા પડ્યા.
ડો. ધ્રુણી બિરારી અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસો દ્વારા કાર્યક્રમ સફળતાપૂર્વક સંપૂર્ણ થયો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *