તાપી જિલ્લામાં સિનિયર સિટીઝન રમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન

૬૦ વર્ષથી વધુ વયના ભાઈ-બહેનો ૨૯ ઓક્ટોબર સુધીમાં પ્રવેશપત્ર મોકલી આપવાના રહેશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૪. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપીના સંચાલન હેઠળ સિનિયર સિટીઝન રમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન ભાઈ-બહેનો માટે એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ અને રસ્સાખેંચ જેવી રમતો યોજાશે. વરિષ્ઠ નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ રમતગમતની પ્રવૃત્તિઓ સાથે જોડાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક તાપી જિલ્લાના સિનિયર સિટીઝન ભાઈ-બહેનોએ નિયત નમૂનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તાપી ખાતેથી મેળવી, જરૂરી વિગતો સાથે તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે. પ્રવેશપત્ર સાથે ડૉક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ તથા આધારકાર્ડની નકલ જોડવાની રહેશે.
સમયમર્યાદામાં મળેલાં પ્રવેશપત્રોના આધારે સ્પર્ધકોને સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમની જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. ૯૫૩૭૪૬૯૫૨૧ પર ઉકેશભાઈ ડી. ગામીતનો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
