“ન્યુ ગુજરાત પેટર્ન” યોજના હેઠળ તાપી જિલ્લા આદિવાસી વિકાસ મંડળની બેઠક યોજાઇ

0
NewgujaratpatterbmnmeettapiA0016
Contact News Publisher

આદિવાસી સમુદાયના પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચતી સુવિધાઓ ગુણવત્તાયુક્ત હોવી જોઈએ – તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલ

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૫. :- રાજ્યના આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે ‘ન્યુ ગુજરાત પેટર્ન’ યોજના અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગોના કામોનો વ્યાપ અને ગુણવત્તા અંગે ઝીણવટપૂર્ણ ચર્ચા કરવામાં આવી. તેમણે , આંગણવાડી, સિંચાઈ, જણાવ્યું હતું કે,શાળા, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, ગ્રામ વિકાસ અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ માત્ર લાભાર્થીઓ સુધી પહોંચે એટલું જ નહીં, પરંતુ તે ગુણવત્તાયુક્ત અને ટકાઉ હોવી જોઈએ…

 

વધુમાં, આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળના ૯૬ ટકા વિવેકાધીન તાલુકાવાર જોગવાઈના આયોજન વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કામોની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જે તે વિભાગને કામગીરીની પ્રગતિ, પૂર્ણ થયેલ કામગીરીની સમયાંતરે જિલ્લાકક્ષાએ સમીક્ષા બેઠક થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતુ.

 

મંત્રીશ્રી પટેલે, આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે ગ્રાન્ટનો સંકલિત ઉપયોગ, શિક્ષણ અને આરોગ્ય પર ભાર, કૌશલ્ય વિકાસ અને રોજગારી સહિત તમામ બાબતો પર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરતા કહ્યુ કે, જનસેવાની ગુણવત્તા અને વ્યાપ વધારવા માટે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુચારુ સંકલન અનિવાર્ય છે. જિલ્લાના પ્રત્યેક લાભાર્થીને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે આપણા બધાની સામુહિક જવાબદારી છે.

 

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડિયા, મોહનભાઈ કોંકણી, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *