નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત "બેટી બચાવો, બેટી પઢાવો દિવસ"ની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

“બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના સંદેશ સાથે સુરત દેવકી નંદન હિન્દી વિધાલય પાંડેસરા સ્કુલ ખાતે વિદ્યાર્થીઓને દીકરીઓના શિક્ષણ, મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું.

 

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૩. નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઉમરા સુરત સીટી ના દેવકી નંદન હિન્દી વિધાલય પાંડેસરા વિસ્તાર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

“બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. દીકરીઓને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી સમાજના વિકાસમાં સમાન ભાગીદાર બને તે માટે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

 

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, શોષણ, સાયબર ગુનાઓ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં ઉપલબ્ધ 24×7 નિઃશુલ્ક ઇમરજન્સી પ્રતિસાદ, કાઉન્સેલિંગ, પોલીસ, કાનૂની તથા અન્ય જરૂરી સહાય સેવાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી.

 

વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા અંગે જાગૃત રહેવા, પોતાના અધિકારો વિશે માહિતગાર બનવા તેમજ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓનો નિઃસંકોચ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ “બેટી બચાવો, બેટી પઢાવો”ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો તથા મહિલા સશક્તિકરણ માટે સજાગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

 

આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના ઉદ્દેશોને વધુ મજબૂત બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં દીકરીઓના શિક્ષણ, મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે અસરકારક જાગૃતિ ફેલાવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other