કેવડામોઈ પાસે માર્ગ પર ઓવરટોપિંગ થતાં ત્વરિત કામગીરી, નાળું સાફ કરતા વાહન વ્યવહાર કાર્યરત

0
કેવડામોઈ પાસે માર્ગ પર ઓવરટોપિંગ થતાં ત્વરિત કામગીરી, નાળું સાફ કરતા વાહન વ્યવહાર કાર્યરત
Contact News Publisher

તાપી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં…

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.31 – હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીને પગલે તાપી જિલ્લા વહીવટી તંત્ર સતત એલર્ટ મોડમાં છે. દરમિયાન કુકરમુંડા તાલુકાના કેવડામોઈ ખાતે રસ્તા પર પાણી ફરી વળતાં અધિકારીઓની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી. નાળામાં કચરો જમા થવાના કારણે પાણીનો નિકાલ રોકાયો હોવાનું જણાતાં, તાત્કાલિક જેસીબીની મદદથી સ્થાનિક તંત્રએ નાળાની સફાઈ કરાવી રસ્તો સાફ કર્યો હતો. હાલમાં આ માર્ગ પરથી પાણી ઓસરી ગયું છે અને વાહનવ્યવહાર સુરક્ષિત રીતે શરૂ કરી દેવાયો છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *