તળાદ વિભાગ માધ્યમિક શાળામાં વિધારંભ ૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

0
તળાદ વિભાગ માધ્યમિક શાળામાં વિધારંભ ૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપ) : તા. ૩૦.  ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં તાજેતરમાં વિધારંભ-૨૦૨૬ ની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે અલ્કેશકુમાર જી. ચૌધરી (D.S. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી આશાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી ભાયાભાઈ નંદાણીયા તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કળશ સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાલવાટિકા, જુનિયર કે.જી., સિનિયર કે.જી., ધોરણ ૧, ધોરણ ૯ તથા ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અલ્કેશભાઇ અને એમની ટીમ દ્વારા શાળામાં આવકારો આપવામાં આવ્યો હતો. સાથે સાથે વર્ષ દરમિયાન સો ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓ, NMMS અને જ્ઞાન સાધના પરીક્ષામાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત અલ્કેશભાઇએ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનાં અંતિમ ચરણમાં સૌએ ટ્રાફિક અવેરનેસ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. અંતમાં શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *