વાવાઝોડું કે અતિવૃષ્ટિ દરમિયાન પશુધનની સુરક્ષા જોગ 

0
અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કટોકટીની સ્થિતિમાં પશુપાલકોએ ભારે વરસાદ કે પૂરના સમયે પશુઓને મુક્ત રાખવા, જેથી તેઓ પોતાનો બચાવ પોતાની જાતે કરી શકે. પશુઓને મોટા ઝાડ, નબળા છાપરાં, જર્જરિત રહેઠાણ કે કાચી દીવાલ નજીક ક્યારેય બાંધવા કે રાખવા નહીં. પશુધનને વીજળીના થાંભલા કે વાયરની નજીક બાંધવા નહીં. ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ ગૂંગળાઈ ન જાય તે માટે પૂરતી હવાઉજાસ વાળી જગ્યાએ રાખવાની ખાસ તકેદારી લેવી. આ ઉપરાંત, પશુપાલન સંબંધી કોઈપણ આકસ્મિક સ્થિતિ કે ઇમરજન્સી સેવાઓ માટે એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવા
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.30 :- ચોમાસાની ઋતુ દરમિયાન વાવાઝોડું કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપદા સમયે પશુધનની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

 

અતિવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કટોકટીની સ્થિતિમાં પશુપાલકોએ ભારે વરસાદ કે પૂરના સમયે પશુઓને મુક્ત રાખવા, જેથી તેઓ પોતાનો બચાવ પોતાની જાતે કરી શકે. પશુઓને મોટા ઝાડ, નબળા છાપરાં, જર્જરિત રહેઠાણ કે કાચી દીવાલ નજીક ક્યારેય બાંધવા કે રાખવા નહીં. પશુધનને વીજળીના થાંભલા કે વાયરની નજીક બાંધવા નહીં. ઘેટાં, બકરાં અને મરઘાં જેવા નાના પશુ-પક્ષીઓ ગૂંગળાઈ ન જાય તે માટે પૂરતી હવાઉજાસ વાળી જગ્યાએ રાખવાની ખાસ તકેદારી લેવી.

 

આ ઉપરાંત, પશુપાલન સંબંધી કોઈપણ આકસ્મિક સ્થિતિ કે ઇમરજન્સી સેવાઓ માટે એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવા9 તેમજ ‘1962’ મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી સેવાઓનો તાપી જિલ્લા પશુપાલકો લાભ લઈ શકે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *