જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરી 

0
જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરી 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 28 – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિની સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં બાળકોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બાળ સુરક્ષા સંબંધિત યોજનાકીય લાભો અંગે કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી…

 

આ તકે કલેક્ટરશ્રી ચૌધરીએ નિરાધાર અને સંભાળની જરૂરિયાતવાળા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખાસ ધ્યાન આપવા સહિત વિવિધ ચાઇલ્ડ કેર હોમ્સનું નિયમિત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવા અધિકારીઓને જણાવાયું હતું. નિરાધાર બાળકોને પાલક માતા-પિતા યોજના, શેરો પોઝિટિવ ઇલનેશ શિષ્યવૃતિ વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા માટે જણાવ્યું હતુ.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત આ સમીક્ષા બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *