કટાસવાણ કેનાલ પાસેથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડતી કાકરાપાર પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે પટેલએ કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ કર્મચારીઓને સુચના આપેલ હતી જેથી પોલીસ ઇન્સપેક્ટરની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન ચેકીંગ દરમ્યાન મોજે કટાસવાણ ગામ કેનાલ પાસે વ્યારા-ઘાટા રોડ ઉપરથી એક ટાટા ટ્રક ગાડી નં.GJ-16-Z-9749 માં મોટી ભેંસ નંગ-૧૫ની ગેરકાયદેસર ૫શુઓની હેરાફેરી કરતા આરોપી-(૧) અખતરભાઈ રમજુભાઈ મકરાણી ઉ.વ.૪૫, રહેવાસી-સેલંબા,જમાદાર ફળીયુ તા.સાગબારા જી.નર્મદા તથા (૨) અકરમ નાથુ મુલતાની ઉ.૧૩૫ રહે.ઝંખવાવ મુલ્તાની ફળીયુ-જંગલ ખાતાની ઓફિસની સામે તા. માગરોળ જી.સુરત ને મોટી ભેંસો નંગ-૧૫ જેની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા ટાટા ટ્રક ગાડી નં.GJ-16-Z-9749 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-તથા ડ્રાઈવર આરોપી પાસેથી મળી આવેલ એક વીવો કંપનીનો મોબાઈલ જેની કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ આ ભેંસો ટેમ્પામાં ભરાવી આપનાર- અલ્તાફ સુલેમાન દિવાન રહે.ઉમરલા ગામ તા.ઝઘડીયા જી.ભરૂચ ને તથા ટાટા ટૂક ગાડી નં.GJ-16-Z-9749 ના માલીક-સલીમ ગુલામ દિવાન રહેવાસી-ઝંખવાવ,જંગલ ખાતાની ઓફિસની બાજુમા તા-માગરોળ જિ-સુરત ને વોન્ટેડ જાહેર કરી કાકરાપાર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ આરોપીઓ તથા મુદામાલ અ.હે.કો. ચુનીલાલ બાલુભાઈ ચૌધરી તથા અ.હે.કો. કિરણભાઇ ચીમનભાઈએ પકડી પાડેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર પોલીસ સ્ટેશન તથા અ.હે.કો. ચુનીલાલ બાલુભાઈ ચૌધરી તથા અ.હે.કો. કિરણભાઈ ચીમનભાઈએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
