તાપી જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

0
તાપી જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 28. – તાપી  કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ સમિતિની અગત્યની બેઠકમાં જિલ્લામાં માર્ગ સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અંગે સંબંધિત વિભાગની વિવિધ મહત્વપૂર્ણ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

 

તેમણે અનધિકૃત પાર્કિંગ પર રોક લગાવી કડક કાર્યવાહી કરવા તથા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સંબંધિત ટીમ દ્વારા નિયમિત પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત રાત્રિના સમયે અકસ્માત નિવારણ માટે વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવા, ‘નો પાર્કિંગ’ ઝોનનું અમલીકરણ, ઓવર સ્પીડિંગ અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.

 

નાગરિકોની વાહન વ્યવહાર અને માર્ગ સુરક્ષા સંબંધિત ફરિયાદોના ત્વરિત નિવારણ માટેની ટીમ, તેમજ નેશનલ હાઈવે પરના ગેરકાયદેસર દબાણો દૂર કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં, તાત્કાલિક મદદ મળી રહે તે માટે હાઈવે પર ક્વિક રિસ્પોન્સ ટીમ તથા જરૂરી સુવિધાઓની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ, એ.આર.ટી.ઓ., નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *