મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૨૮ ખેડૂતો દ્વારા સી.ઓ.ઈ., કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્રની મુલાકાત લેવાઈ

0
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૨૮ ખેડૂતો દ્વારા સી.ઓ.ઈ., કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્રની મુલાકાત લેવાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮.  એકલ અભિયાનના પ્રભાગ-૮ અંતર્ગત મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કુલ ૨૮ ખેડૂતો દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્રની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી.

 

મુલાકાત દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચરના વડા ડૉ. સ્મિત લેંડે દ્વારા આધુનિક માછલી પાલનની પદ્ધતિઓ, વૈજ્ઞાનિક ટેક્નોલોજી, સરકારની વિવિધ સહાય યોજનાઓ તેમજ માછલી પાલન ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગાર અને સ્વરોજગારની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત ખેડૂતોની જિજ્ઞાસાઓનું પ્રશ્નોત્તરી દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું.

 

ત્યારબાદ ડૉ. ક્રીણા પટેલ તથા તેમની ટીમ દ્વારા મુલાકાતીઓને સેન્ટર ખાતે ચાલી રહેલી વિવિધ સંશોધન, તાલીમ અને વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ કેન્દ્રની વિવિધ સુવિધાઓની મુલાકાત કરાવવામાં આવી.

 

મુલાકાતના અંતે ઉપસ્થિત ખેડૂતો દ્વારા સેન્ટર ખાતે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને તાલીમ વ્યવસ્થાની પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. તેમણે આ મુલાકાતને અત્યંત જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને માછલી પાલન ક્ષેત્રે નવી તકો અંગે માહિતીસભર ગણાવી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *