સોનગઢના સિનોદ વડ ફળિયા રોડ પર આવેલ કોઝવેનું યુદ્ધના ધોરણે સમારકામ કરાયું
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : , તા. ૨૫: સોનગઢ તાલુકામાં સિનોદ વડ ફળિયા રોડ પર આવેલ કોઝવે ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. વાહનવ્યવહાર ખોરવાય નહીં તે હેતુથી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને કોઝવે પર એપ્રોચ રોડનું સમારકામ કરી રસ્તો પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. તંત્રના આ ઝડપી પગલાંથી સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
