ડોલવણ તાલુકાના બામણામાળ અને બરડીપાડા ગામોની જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ મુલાકાત લઈ વિવિધ કામગીરીની સમીક્ષા કરી

આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિતોને આપ્યું જરૂરી માર્ગદર્શન
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૧. : તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારના રોજ ડોલવણ તાલુકાના બામણામાળ તથા બરડીપાડા ગામોની મુલાકાત લઈને આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને ગ્રામ વિકાસ સાથે સંકળાયેલી વિવિધ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી.
બામણામાળ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કલેક્ટરશ્રીએ દર્દીઓને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, વિવિધ સુવિધાઓ અને કેન્દ્રની કામગીરી અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે નાણા પંચ હેઠળ હાથ ધરાયેલા વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરી કામગીરી ગુણવત્તાયુક્ત તથા સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બરડીપાડા ગામની પ્રાથમિક શાળામાં કલેક્ટરશ્રીએ શૈક્ષણિક કામગીરી, વિદ્યાર્થીઓની હાજરી અને શિક્ષણ વ્યવસ્થાનું અવલોકન કરીને શિક્ષણની ગુણવત્તા વધુ સુદૃઢ બને તે માટે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત બરડીપાડા આંગણવાડી કેન્દ્રમાં બાળકોના પોષણ, પ્રિ-સ્કૂલ શિક્ષણ પ્રવૃત્તિઓ, દૂધ સંજીવની યોજનાઓનો લાભ પ્રત્યેક બાળકોને મળી રહે છે કે કેમ તે અંગે નિરીક્ષણ કરીને કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ સમગ્ર મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
