સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ખોદડા ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો, તાપી) : તા. ૧૨. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણીના ભાગરૂપે સમગ્ર તાપી જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ” અંતર્ગત વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.
વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તા. ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ જિલ્લાના“સ્વચ્છતા સપ્તાહ અભિયાન”ની ઉજવણીના ભાગરૂપે આજે નિઝર તાલુકાના ખોડદા ગામ ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનોના સહયોગથી ગામના મંદિરની આસપાસના વિસ્તાર તેમજ મુખ્ય રસ્તાઓ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે સૌએ નિયમિત સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
