ઉચ્છલ તાલુકાની મુલાકાતે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી

ભીંતખુર્દ, માણેકપુર,અને ધજ ગ્રામ પંચાયતની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા
—
ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થાય, બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 12. :- છેવાડાના વિસ્તારોમાં વહીવટી તંત્રની કામગીરી સુદ્રઢ બને અને સરકારી યોજનાઓનો લાભ પ્રત્યેક માનવી સુધી પહોંચે તેવા આશય સાથે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ, માણેકપુર, ધજ જેવા છેવાડાના ગામડાઓની મુલાકાત લીધી હતી.
નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ મુજબ કલેકટરશ્રીએ ભીંતખુર્દ, માણેકપુર,અને ધજ ગ્રામ પંચાયત કચેરીઓની વિઝીટ લઈને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોને આપવામાં આવતી સેવાઓ, વિવિધ યોજનાઓના અમલીકરણ તેમજ દસ્તાવેજી કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામ પંચાયત સ્તરે નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ સ્વચ્છતા, સુવિધા અને લોકોની અરજીઓના ઝડપી નિકાલ પર ભાર મૂક્યો હતો.
તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામમાં ચાલી રહેલા વિકાસકામોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા અંગે લોકો પાસેથી વિગતો મેળવી હતી, જેથી આગામી સમયમાં પાણીની અછત જેવી સમસ્યાઓનું કાયમી નિવારણ લાવી શકાય.
સાથોસાથ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શિક્ષણ સ્તરને ચકાસવા માટે કલેક્ટરશ્રીએ ધજ પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણના ૨૫ જેટલાં વિદ્યાર્થીઓને તેમણે પોતે વર્ગખંડમાં જઈને પુસ્તક વાંચન કરાવ્યુ હતું. સરકારી શાળાના બાળકોની વાંચન ક્ષમતા અને આત્મવિશ્વાસ જોઈને કલેક્ટરશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.
કલેક્ટરશ્રીની મુલાકાત વેળાએ પ્રોબેશનરી નાયબ કલેક્ટર અને ઉચ્છલ મામલતદારશ્રી શુભમસિંગ રાઠોર, તાલુકા વિકા અધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રીઓ જોડાયા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
