ઉચ્છલ તાલુકાના ભડભુજા ગામે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરાયું

વન વિભાગ અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 06 : તાપી જિલ્લાના ઉચ્છલ બ્લોકના ભડભુજા ગ્રામ પંચાયત ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે ગામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ-કર્મીઓ દ્વારા એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત છોડ રોપીને પ્રકૃતિના જતન માટેના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા. આ પર્યાવરણલક્ષી લોકજાગૃતિ કાર્યક્રમમાં વન વિભાગના કર્મચારીઓ, સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તેમજ ભડભુજા ગામના સરપંચશ્રી અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
