GSRTC દ્વારા બમ્પર ભરતીની જાહેરાત : પરિવહન વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવાનો સંકલ્પ

ગાંધીનગર, તા. 06 જૂન 2026: ગુજરાત રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ એક મહત્વપૂર્ણ તક બની છે. ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા તા. 06 જૂન 2026થી શરૂ થઈ છે અને ઉમેદવારો તા. 05 જુલાઈ 2026 સુધી અરજી કરી શકશે. અરજીઓ રાજ્ય સરકારના ઓનલાઈન જોબ એપ્લિકેશન પોર્ટલ OJAS મારફતે સ્વીકારવામાં આવશે.
GSRTC દ્વારા જાહેર કરાયેલી ભરતી હેઠળ ડ્રાઈવર અને કંડકટર વર્ગની હજારો જગ્યાઓ ભરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ડ્રાઈવર કક્ષામાં આશરે 4,599 જગ્યાઓ તથા કંડકટર કક્ષામાં 4,318 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના પરિવહન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ભરતી અભિયાન માનવામાં આવી રહ્યું છે.
રાજ્યના શહેરો, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોને વધુ સારી, સમયબદ્ધ અને સુરક્ષિત બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે નિગમ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવી ભરતી થકી બસોની સંખ્યા સાથે માનવબળમાં પણ વધારો થશે, જેના પરિણામે રૂટ સંચાલન વધુ અસરકારક બનશે અને મુસાફરોને ગુણવત્તાયુક્ત સેવા મળી શકશે.
અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ભરતી અંગેની વિગતવાર જાહેરાત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતોનું ધ્યાનપૂર્વક અવલોકન કરવું જરૂરી છે. ભરતી સંબંધિત તમામ માહિતી અને ઓનલાઇન અરજી માટે ઉમેદવારો OJAS પોર્ટલનો ઉપયોગ કરી શકશે.
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઇન અરજી શરૂ : 06 જૂન, 2026
- ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ : 05 જુલાઈ, 2026
- અરજી માધ્યમ : OJAS ઓનલાઈન પોર્ટલ
રાજ્યના બેરોજગાર યુવાનો માટે આ ભરતી એક સુવર્ણ તક સમાન છે. સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં પોતાની અરજી પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે.
અરજી માટેની વેબસાઇટ:
OJAS Gujarat Portal
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________ ડ્રાઇવર કંડકટર કંડકટર
