સ્વ. શિલ્પાબેનની પુણ્યતિથિ નિમિત્તે સ્યાદલા ગામમાં ગુજરાતનાં પ્રખ્યાત ભજનીક ચિંતન પટેલ દ્વારા સંગીતમય દત્તબાવની

0
સ્વ. શિલ્પાબેન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલનાં ધર્મપત્ની અને સ્નેહ, સેવા, સમર્પણની મૂર્તિ સમા સ્વ. શિલ્પાબેનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમનાં માદરેવતન સ્યાદલા મુકામે સંગીતમય દત્તબાવનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં લોકપ્રિય ભજનિક શ્રી ચિંતન પટેલે આ પાવન પ્રસંગે સંગીતમય દત્તબાવનીની પ્રસ્તુતિ કરી સદગતને સુરાંજલિ અર્પણ કરી હતી. સ્વ. શિલ્પાબેન ખૂબજ સરળ, સૌમ્ય અને મળતાવડા સ્વભાવનાં મૃદુભાષી હતાં. તેમની મધુર સ્મૃતિમાં ભક્તિમય વાતાવરણ સર્જી શ્રદ્ધાંજલિ પાઠવવાનાં હેતુથી પટેલ પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદગતનાં દિવ્ય આત્માની ચિર શાંતિ અર્થે યોજાયેલ આ સંગીતમય દત્તબાવનીનો સ્યાદલા તથા આસપાસનાં ગ્રામજનો, સગા-સંબંધીઓ, શિક્ષણ જગતનાં આગેવાનો તથા સમસ્ત શુભેચ્છકોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other