વ્યારાના પાનવાડી ખાતે કેનાલના બાજુમાં જુગાર રમતાં ચાર આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

0
Tapi lcb caught gambling aques from panvadi.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા અ.હે.કો. મહાવીરસિંહ નીરૂભાને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વ્યારા પાનવાડી ખાતે આવેલ આઇરીઝ પ્લાઝા કોમ્પલેક્ષના પાછળના આવેલ કેનાલના બાજુના કાચા રોડ ઉપર જાહેરમાં કેટલાક ઇસમો મોબાઇલની લાઇટના અંજવાળે ગોળકુંડાળુ કરી પૈસાથી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, પેરોલ-ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી-

(૧) સંતોષ હીરાભાઇ ભોય ઉ.વ.૩૮ ધંધો.વેપાર રહે.વ્યારા દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૨) અશોકભાઇ આનંદભાઇ સલાટ ઉ.વ.૪૩ ધંધો. મજુરી રહે.વ્યારા વેગી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૩) વસીમ સલીમ મીરઝા ઉ.વ.૩૨, ધંધો.મજુરી રહે.વ્યારા માલીવાડ તા.વ્યારા જી.તાપી (૪) સદ્દામ ઇસામુદ્દીન શેખ ઉ.વ.૨૭, રહે.વ્યારા દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપી ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપીયા-૮,૦૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા-૩૦,૧૦૦/- મળી રોકડા રૂપીયા.૩૮,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ એક પ્લાસ્ટીકનો ફાટેલો કોથળો નંગ-૧ તથા ગંજી પાના નંગ-૫૨ એમ મળી કુલ કિ.રૂ. ૬૮,૧૦૦/- નો મુદ્દામાલ સાથે પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ નોકરી- લોકલ ક્રાઇમ બ્રાન્ચ, તાપી, તથા અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા અ.હે.કો. મહાવીરસિંહ નીરૂભા તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other