કુકરમુંડાના રાજપુર ખાતે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨ :- સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના આશય સાથે, ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અને ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ (પીએમ જન-મન) અંતર્ગત ગુરુવારે કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે વિશેષ કેમ્પ યોજાયો હતો; જેમાં સ્થાનિક જનજાતિના અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ સાંકળી લઈને સ્થળ પર જ લાભો આપવામાં આવ્યા હતા
આ કેમ્પમાં રાજપુર સહિત આસપાસના મોરંબા, તોરંદા, કેવડામોઈ, મેઢપુર, બાલંબા, મોદલા અને તુલસા જેવા સમાવિષ્ટ ગામોના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન કુલ ૩૭૮ નાગરિકો નોંધાયા હતા.
કેમ્પ દરમિયાન અલગ-અલગ સરકારી યોજનાઓ હેઠળ મળેલી તમામ અરજીઓનો હકારાત્મક અભિગમ સાથે સ્થળ પર જ નિકાલ કરીને નાગરિકોને સીધો લાભ આપવામાં આવ્યો હતો.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સૌથી વધુ ૩૫ અરજીઓ સ્વીકારી નિકાલ કરાયો હતો. આયુષ્માન ભારત કાર્ડ યોજના હેઠળ નવી ૧૭ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો તેમજ ૧૬ નાગરિકોના નવા આધાર તથા આધાર અપડેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.
આ ઉપરાંત પી.એમ. જન ધન યોજનાના ૫ લાભાર્થી, પી.એમ. સુરક્ષા વીમા યોજનાના ૦૫, પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજનાના ૦૨ લાભાર્થી તેમજ પી.એમ. માતૃ વંદના યોજનાના ૦૨ ગ્રામજનોની સ્થળ પર જ અરજીઓ મેળવીને લાભ હેઠળ આવરી લેવાયા હતા.
ઉપરાંત, મોટી સંખ્યામાં ગ્રામજનોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લીધો હતો.
O000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
