વાલોડ તાલુકામાં ‘ધરતી આબા અભિયાન’ અંતર્ગત જનકલ્યાણ સેવા કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨ :- ભારત સરકારના ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ તેમજ ‘પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહા અભિયાન’ અંતર્ગત વાલોડ તાલુકાના રાનવેરી પ્રાથમિક શાળા ખાતે વિશેષ જનકલ્યાણ સેવા કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં કુંભીયા, મોરદેવી, કણજોડ, ડુમખલ, કોસંબિયા, રાનવેરી, ભીમપોર તથા હથુકા ગ્રામ પંચાયતના ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, નોંધણી અને સેવાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આયુષ્માન ભારત કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, જનધન યોજના, મુદ્રા યોજના તથા પીએમ વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ, મિશન ઇન્દ્રધનુષ, ટીબી મુક્ત ભારત અભિયાન, સિકલ સેલ નાબૂદી અભિયાન તેમજ પોષણલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી યોજનાકીય માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ અનેક લાભાર્થીઓને સરકારની વિવિધ સેવાઓના લાભો ઘરઆંગણે ઉપલબ્ધ બન્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના સંકલનથી યોજાયેલા આ કેમ્પને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
