કેવિકે વ્યારા ખાતે “વિડિયો પ્રોડકશન સ્કિલ ફોર એગ્રીકલ્ચરલ એક્સટેન્શન” વિષય પર પાંચ દિવસીય ઇન-સર્વિસ તાલીમ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત તથા નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વ્યારા ખાતે તા. ૧૧ મે થી ૧૫ મે, ૨૦૨૬ દરમિયાન “વિડિયો પ્રોડકશન સ્કિલ ફોર એગ્રીકલ્ચરલ એક્સટેન્શન” વિષય પર પાંચ દિવસીય ઇન-સર્વિસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું આયોજન વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ (EEI, Anand) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ટી. આર. અહલાવતની પ્રેરણા અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કેવિકે-તાપી તથા જિલ્લા ખેતીવાડી વિભાગ-તાપીના કુલ ૪૦ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે પ્રાંત અધિકારી, વ્યારા શ્રી સંદીપ ગાયકવાડે કૃષિ વિકાસમાં કૃષિ વિસ્તરણની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતો સુધી કૃષિલક્ષી યોજનાઓ અને નવી ટેક્નોલોજીઓ અસરકારક રીતે પહોંચાડવા માટે વિસ્તરણ કાર્યકરોને આધુનિક ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી.
કેવિકે વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ તાલીમ કાર્યક્રમનું મહત્વ સમજાવી કૃષિ વિસ્તરણમાં વિડિયો પ્રોડકશન અને ડિજિટલ કમ્યુનિકેશનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ખેતી અધિકારી શ્રી સી. સી. ગરાસિયાએ કૃષિ વિસ્તરણને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી હતી.
ડૉ. રવિ ચૌધરી દ્વારા કમ્યુનિકેશન સ્કિલ્સ, રેકોર્ડિંગ ટિપ્સ અને ગ્રાફિક ડિઝાઇનિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. અર્પિત જે. ઢોડિયાએ કૃષિ વિસ્તરણમાં વિડિયો પ્રોડકશનના મહત્વ વિશે માહિતી આપી હતી, જ્યારે ડૉ. નીધી ઠાકુર દ્વારા વિડિયો સ્ક્રિપ્ટ રાઇટિંગ અને અસરકારક પ્રેઝન્ટેશન બનાવવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી.
તાલીમ દરમિયાન પ્રી અને પોસ્ટ ઇવેલ્યુએશન દ્વારા તાલીમની અસરકારકતા ચકાસવામાં આવી હતી. અંતે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
