તાપી જિલ્લાની સિવિલ વ્યારા IFT 108 ટીમ દ્વારા અતિ જોખમી સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવાઈ
સિવિલ વ્યારા IFT ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારિ) : વ્યારા સિવિલ હોસ્પિટલ થી સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના સિવિલ વ્યારા IFT લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો.
સોનગડ તાલુકાના પાથરડા ગામમાં રહેતા એક મહિલા જેને થમ્બોસાયટોપ જોખમી પ્રેગનન્સી હોવા ના કારણે (VHR,BMI ઓછું) સગર્ભા ને સિવિલ વ્યારા થી સુરત સિવિલ ખસેડવામાં આવ્યા હતા. અતિ જોખમી હોવાથી વ્યારા સિવિલથી તેને સિવિલ હોસ્પિટલ સુરત ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ્ય દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધન ની તૈયારી કરી ને ઇએમટી બારીયા પ્રાંજલ અને પાયલોટ તિમોથી માલવી એમ્બ્યુલન્સની રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ડૉ રુચિ ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ૧૦૮ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતાં.
દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી સિવિલ વ્યારા IFT 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સીમાં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સીનો સંપર્ક કરવા વિનંતી
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
