181 અભયમ સુરત દ્વારા 60 વર્ષીય નિરાધાર મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો

0
181ab
Contact News Publisher

નિરાધાર વૃદ્ધ મહિલા માટે આશાનો કિરણ બની 181 અભયમ ટીમ

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સુરત ટીમે સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભેસ્તાન વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરવામાં આવી હતી કે તેમની સોસાયટીમાં એક વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા સમયથી નિરાધાર હાલતમાં ફરી રહી છે અને તાત્કાલિક મદદની જરૂર છે.

 

કોલ મળતાની સાથે જ 181 અભયમ ઉમરા, સુરતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જાગૃત નાગરિક સાથે સંપર્ક કરી દર્શાવેલ સરનામે પહોંચી આશરે 60 વર્ષીય વૃદ્ધ મહિલાનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં મહિલા કશું બોલવા તૈયાર ન હતી. ટીમ દ્વારા પ્રેમભાવ અને સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપવામાં આવ્યું કે તેઓ તેમની મદદ માટે જ આવ્યા છે.

 

ત્યારબાદ મહિલાએ જણાવ્યું કે તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર દ્વારા ત્યજી દેવામાં આવ્યા બાદ એકલતાભર્યું જીવન જીવી રહ્યા છે. પરિવાર વિશે તેઓ વધુ કશું જણાવવા માંગતા ન હતા. મહિલાએ ભીની આંખે જણાવ્યું કે છેલ્લા 3-4 વર્ષથી તેઓ સુરત શહેરમાં રઝળપાટ કરી રહ્યા છે. લોકો જે જમવા આપે તે જમી લે છે અને રાત્રે ઘરોના ઓટલા પર સૂઈ જાય છે.

 

વૃદ્ધ મહિલાની ઉંમર, સુરક્ષા, આરોગ્ય અને પ્રેમભર્યા વાતાવરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 181 અભયમ ટીમે તાત્કાલિક ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમ સાથે સંકલન કર્યું. સંસ્થાના સંચાલકોના સહયોગથી મહિલાને સુરક્ષિત આશ્રય, જરૂરી તબીબી સુવિધા અને નિયમિત સંભાળ મળી રહે તે માટે ઓલ્ડ એજ હોમમાં પ્રવેશ અપાવવામાં આવ્યો.

 

181 અભયમ ટીમની આ સમયસર અને સંવેદનશીલ કામગીરીથી એક નિરાધાર વૃદ્ધ મહિલાને સુરક્ષિત છત અને હૂંફભર્યો સહારો મળ્યો છે. જાગૃત નાગરિકની સતર્કતા અને 181 ટીમની માનવીય અભિગમની સૌએ સરાહના કરી હતી.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *