ઓલપાડ સુરત રોડ સ્થિત તળાદ વિભાગ માધ્યમિક શાળાનું ધોરણ 12 નું પરિણામ 91.11 ટકા જાહેર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અત્રેની તળાદ વિભાગ માધ્યમિક શાળા તળાદમાં તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 નું પરિણામ 91.11 ટકા જેટલું આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં કુલ 45 વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરાયા હતાં, જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થતાં અને એક વિદ્યાર્થી ગેરહાજર રહેતાં શાળાએ 91.11 ટકા જેટલું પરિણામ પ્રાપ્ત કરેલ છે. પ્રથમ નંબરે તરસરીયા સુહાની દિપકભાઈએ 750 માંથી 657 ગુણ પ્રાપ્ત કરી 87.60 ટકા મેળવ્યા છે. 750 માંથી 655 ગુણ મેળવી સોલંકી પરી પ્રભાતભાઇ બીજા નંબરે રહી છે. જ્યારે 750 માંથી 651 ગુણ મેળવી માલવિયા જૈમિન બિપીનભાઈએ તૃતિય નંબર પ્રાપ્ત કરેલ છે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તેમજ કોમ્પ્યુટર થીયરી સિવાયનાં તમામ વિષયોનું પરિણામ સો ટકા આવ્યું છે. જે બદલ આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવી, આ પરિણામમાં દર વર્ષે પ્રગતિ થતી રહી એવી શુભેચ્છા પાઠવી છે. શાળાનાં સ્થાનિક કેળવણી મંડળે પણ તમામ શિક્ષકોને તેમજ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. ભવિષ્યમાં પણ આ જ રીતે તમામ વિદ્યાર્થીઓ સારા ટકા મેળવી પોતાનું, વાલીનું તેમજ શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
