તાપીના સોનગઢના મોઘવાણ ગામમાં વાછરડાની સારણગાંઠનું ઓપરેશન કરી પીડા મુકત કરી બચાવી લેવાયું
વાછરડાની સારવાર કરી જીવ બચાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તપી જિલ્લાના સોનગઢ તાલુકા ના દોસવાડા ગામે કાર્યરત પશુ દવાખાનામાં કાર્યરત ડો. મિતાલી અને પાયલટ નરેશભાઇ ગામની વિઝિટ માં હતા ત્યારે ગામના બાલુભાઈ ગામિત વાછરડાની સમસ્યા લઈ ને આવ્યા હતા, ગંભીરતાને ધ્યાને લઈને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પોહચી હતી, વાછરડાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વાછરડાને સારણગાંઠ છે, વાછરડાની તાત્કાલિક સર્જરિ કરવી પડે એમ હતી, તો વાછરડાની ઘટના સ્થળે જ સર્જરિ કરી હતી, આમ ઓપરેશન કરી વાછરડાને પીડા મુક્ત કર્યો હતો અને એનો જીવ બચાવી લેવાયો હતો. આ ઓપરેશન માં ડો મિતાલી અને પાયલટ નરેશભાઇ અને ડો ભાવિન પાયલટ ગણેશભાઈ ભેગા મળીને આખું ઓપરેશન સફળતા પૂર્વક પૂરું પાડ્યું હતું અને વાછરડાને નવું જીવન આપ્યું હતું તે માટે બાલુભાઈ ગામીત અને ગામ ના લોકોએ નિશુલ્ક અને સમયસર સારવાર આપવા બદલ EMRI Green health services સંસ્થા અને ડો મિતાલી, પાયલટ નરેશભાઇ અને ડો ભાવિન, પાયલટ ગણેશભાઈ નો ખૂબ આભાર માન્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
