સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી  : તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું 

0
તાપી જિલ્લામાં 'સ્વચ્છતા સપ્તાહ' અભિયાન વેગવાન બન્યું 
Contact News Publisher

(માહિતી બ્યુરો, તાપી) : તા. 13. :- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાં સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામજનોએ સ્વયંભૂ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી છે.

 

જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, યુવાનો, બાળકો, મહિલાઓ સહિત પ્રત્યેક ગ્રામજનોએ મળીને ગામના જાહેર માર્ગો, બસ સ્ટેન્ડ, શાળા પરિસર, પંચાયત કચેરી અને ધાર્મિક સ્થળોની સફાઈ કરી હતી.

 

ગ્રામજનોએ જાતે જ ઝાડુ હાથમાં લઈને શ્રમદાન થકી પોતાના ગામને સ્વચ્છ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા, ગંદકી મુક્ત ગામ બનાવવાના જનઆંદોલનમાં પરિવર્તિત થયું છે. પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને ડામવા માટે ગ્રામજનો પોતે જાગૃત થઈને અન્યને પણ જાગૃત કર્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *