તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડોલવણ પોલીસે સાત મોબાઇલ ફોન તેમજ સાયબર ફ્રોડમા ફ્રિઝ થયેલ ૧૪ નાં નાણા  મૂળ માલિકોને પરત અપાવ્યા

0
Dolvanpoliceteratuzhakoarpan Notes
Contact News Publisher

(પ્રતિનિધિ  દ્વારા, વ્યારા) : તા. ૧૨. ડોલવણ તાલુકાના વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા સાઇબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરિયાદો તથા નાગરીકોના ખોવાયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલના ઉપયોગથી મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોંપવા સારુ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ગામીતની ઉપસ્થિતીમાં યોજાયેલ હતો.

Tera tuzhako arpan

અરજદારશ્રીઓને પરત કરવામાં આવેલા મુદ્દામાલની વિગત:-

– સાયબર ફ્રોડ થયેલ હોય તેવી અલગ અલગ અરજીમાં ફ્રિઝ રહેલ અરજીના અરજદારશ્રીને કોર્ટ મારફતે રીફંડ પ્રોસેસ કરાવી કુલ કિંમત રૂ.૨,૪૮,૫૧૨/- અરજદારશ્રીઓને તેઓના નાણાં પરત અપાવેલ છે.

CEIR પોર્ટલના ઉપયોગથી કુલ-૦૭ ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કુલ કિંમત રૂ.૧,૬૫,૦૦૦/-ના ફોન મુળ માલીકોને પરત આપવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

પો.ઇન્સ એમ.ડી.ગામીત, પો.સ.ઇ. યુ.એ.ચૌધરી, અ.હે.કો. જીગ્નેશભાઇ સદાશિવ, વુ.પો.કો અલ્પિતા બાબુભાઇ, વુ.હે.કો. બબીતાબેન કુંદનભાઇ, વુ.પો.કો ઉર્વશીબેન ચેતનભાઇ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *