ડોલવણ ખાતે લેપ્રસી, ટીબી અંગે ખાસ સર્વે હાથધરી જરૂયાત મંદોને આવરી લેવાયા

0
IMG-20260417-WA0011
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રક્તપિત રોગના વધુ કેસ લોડ ધરાવતા ડોલવણ ગામમાં દર માસના ત્રીજા શુક્રવારે લેપ્રસી ડેડીકેટેડ ડે ના ભાગરૂપે સઘન સર્વેન્સ 17.4.2026ના રોજ હાથ ધરવામાં આવેલ જેમાં ૧૨ જેટલા શંકાસ્પદ કેસો સુધી શોધી કન્ફર્મેશન માટે મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાણીને રીફર કરવામાં આવેલ છે. રક્તપિત રોગને 2027માં રક્તપિત મુક્ત કરવાના અભિયાનના અંતર્ગત લેપ્રસી વિભાગ દ્વારા અલગ અલગ રીતે સર્વે જેમકે દર માસના ત્રીજા શુક્રવાર,લેપ્રસી કેસ શોધ અભિયાન, લેપ્રસી જન જાગૃતિ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમમાં સાંકળી લઇ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ડોલવણ દાદરી ફળિયામાં રોજગાર યોજનાના લાભાર્થીઓને લેપ્રસી અને તાજેતરમાં ટી. બી. મુક્ત ભારત અભિયાનની કામગીરીમા એક્સરે અને ગળફા માટે આરોગ્ય શિક્ષણ આપી ડોલવણ એક્સરે માટે આયોજન હાથ ધરવામાં આવેલ.રક્તપિત એક જંતુ જન્ય રોગ છે. ચામડી પર આછું ઝાંખુ રતાશ પડતું ચાઠુ જેમાં સંવેદનાનો અભાવ હોય ચામડી નો રંગ અને કુમાશમાં ફેરફાર ચેતાતંતુ જાડી થવી જેવા ચિન્હો જોવા મળે છે.ચેપી રોગ હોવાના સાથે લાંબા ગાળે શરીરના વિવિધ અંગો ઉપર વિકૃતિ પેદા કરે છે.જેથી દર્દીને સામાજિક રીતે પણ ધૂતકાર સહન કરવો પડે છે.રક્તપિત માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી નામ ના જીવાણુથી ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા શ્વસનતંત્ર મારફતે ફેલાય છે. રક્તપિત વારસાગત રોગ નથી.આ રોગ જંતુ દ્વારા લાગુ પડ્યા પછી ૬ મહિના થી લઈને ૩૦ વર્ષના ગાળામાં જોવા મળે છે રક્તપિત રોગ નો ઇનકયુબેશન પિરિયડ ઘણો લાંબો હોવાના સાથે તેની કોઇ તકલીફ દર્દીને થતી ના હોવાના કારણે રક્તપિત રોગનો દર્દી જલ્દીથી મળી શકતો નથી. જેથી દર્દીને ઘરે ઘરે જઈ ફજીયાત તપાસ જ એક ઉપાય છે.આ રોગને મલ્ટી ડ્રગ થેરાપી દ્વારા સંપૂર્ણપણે મટાડી શકાય છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *