તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો ઉપર ૭૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે
તાપી જિલ્લો : સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16 :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારી પત્રો ભરવાથી લઈને તેની ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ૨૬, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૨૬, આમ આદમી પાર્ટીના ૨૪ અને અપક્ષ/અન્ય પક્ષના ૦૧ ઉમેદવાર મળી કુલ ૭૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.
ઉમેદવારોમાં ૨૪ વર્ષના યુવા થી લઈને ૭૦ વર્ષના વડીલ સુધીના વિવિધ વયજૂથના ઉમેદવારો મેદાનમાં છે, જે અનુભવ અને ઉત્સાહના અનોખા મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. વધુમાં, લોકશાહીના આ પર્વમાં નારી શક્તિનું પ્રતિનિધિત્વ પણ પુરૂષ સમોવડું જોવા મળી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
