વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી 181 અભયમ ઉમરા ટીમે બચાવ્યો તૂટતો પરિવાર

0
Womans help line abhayam by govt.

181 helpline

Contact News Publisher

માનસિક ત્રાસ, શંકા અને વ્યસનથી પીડાતી મહિલાને મળ્યો ન્યાય અસરકારક કાઉન્સેલિંગથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : ગત રોજ એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરી હતી કે તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરીને ઘરે આવે છે અને તેમને સતત માનસિક ત્રાસ આપે છે. આથી મદદના હેતુસર મહિલાએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા જ 181 અભયમની રેસ્ક્યૂ ટીમ ઉમરા, સુરત તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિતા સાથે શાંતિપૂર્વક વાતચીત શરૂ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાએ લવ મેરેજ કર્યું છે અને લગ્નને 21 વર્ષ પૂર્ણ થયા છે. તેમને પાંચ દીકરીઓ અને એક દીકરો છે. પરિવાર અલગ મકાનમાં રહે છે.

વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિતાના પતિ કોઈ કામધંધો કરતા નથી, જ્યારે પીડિત મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ પરિવારના ખર્ચ અને બાળકોની જવાબદારીઓ નિભાવતા નહોતા. વધુમાં, તેઓ નશો કરવા માટે પત્ની અને દીકરીઓ પાસે પૈસા માંગતા હતા તેમજ વારંવાર શંકા-વહેમ કરીને મહિલાને માનસિક ત્રાસ આપતા હતા. આત્મહત્યાની ધમકી આપતા હોવાના કારણે પરિવારજનોમાં સતત તણાવનું વાતાવરણ સર્જાતું હતું.

181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને પીડિતાના પતિને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં પત્નીને હેરાન નહીં કરે, પરિવારની તમામ જવાબદારીઓ નિભાવશે, શંકા નહીં કરે તેમજ આત્મહત્યાની ધમકી નહીં આપે તેવી ખાતરી આપી.

આ રીતે 181 અભયમ ટીમ ઉમરા, સુરત દ્વારા પતિ-પત્ની વચ્ચે સુખદ નિરાકરણ લાવી તૂટતો ઘર સંસાર બચાવવામાં સફળતા મળી.

પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *