બિનહરીફ બેઠકો બાદ હવે વ્યારા નગરપાલિકાના ૫ વોર્ડમાં ચૂંટણી યોજાશે
ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના કુલ ૪૩ ઉમેદવારો ચૂંટણી લડશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬.તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉમેદવારી પત્રો ભરવાથી લઈને તેની ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બિનહરીફ થયેલા વોર્ડ અને ઉમેદવારોને બાદ કરતાં, હવે કુલ ૫ વોર્ડની બેઠકો પર ૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં વોર્ડ-૧માં ૧૦, વોર્ડ-૨માં ૭, વોર્ડ-૩માં ૭, વોર્ડ-૪માં ૧૨ અને વોર્ડ-૬માં ૭ ઉમેદવારો છે. આ ૪૩ ઉમેદવારો પૈકી ૨૫ પુરુષ અને ૧૮ મહિલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. પક્ષવાર વિગતો જોઈએ તો, ભારતીય જનતા પાર્ટીના ૧૯, કોંગ્રેસના ૧૬, આમ આદમી પાર્ટીના ૦૬ તેમજ ૦૨ અપક્ષ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
