બાલપુર ખાતે થયેલ ઘરફોડ ચોરી ભેદ ઉકેલી ચોરોને ગણતરીના કલાકમાં પકડી પાડી, ૧૦૦% મુદ્દામાલ રીકવર કરતી વ્યારા પોલીસ ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઘરફોડ ચોરીન ગુનામા ફરીયાદી લીમજીભાઇ રડતીયાભાઇ ગામીત રહેવાસી-બાલપુર ગામ, નિશાળ ફળીયુ, તા.વ્યારા જી.તાપીના ઘરમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી, રૂમમાં રહેલ તિજોરીના લોકરમાં મુકેલ (૦૧) જુનું સોનાનું મંગળ સુત્ર આશરે ચાર તોલાનું કિ.રૂ.૪,૦૦,૦૦૦/- (૦૨) સોનાના પાટલા નંગ-૦૨ (૧ જોડી) આશરે પાંચ તોલાના કિ.રૂ.૫,૦૦,૦૦૦/- (૦૩) સોનાની ચેન આશરે બે તોલાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મારી છોકરી પ્રિતીબેનનું (૦૪) સોનાનું મંગળસુત્ર આશરે દોઢ તોલાનું કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૨,૫૦,૦૦૦/- ની ચોરી કરી નાશી ગયા હતા જે અંગે ઘરફોડ ચોરીનો ગુનો તા.૦૮/૦૪/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ હતો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સેકન્ડ પો.ઇન્સ.શ્રી, જે.એન. જોષીએ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ ચોર ઇસમોને શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે પો.કો. વિજયભાઇ બબાભાઇ તથા પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇને સંયુકત રીતે માહિતી મળેલ કે, ચોરીને અંજામ આપનાર ફરીયાદીના ઘરની બાજુમાં રહેતા ફરીયાદીના ભાઇની છોકરી દિવ્યાબેન WO અનિલભાઇ પ્રવિણભાઇ ગામીત હાલ રહે.બાલપુર ગામ, નિશાળ ફળીયુ, તા.વ્યારા, જિ.તાપી મુળ રહે.તાડકુવા ગામ, ડુંગરી ફળીયુ, તા.વ્યારા, જિ.તાપી તથા જમાઇ અનિલભાઇ પ્રવિણભાઇ ગામીત હાલ રહે.બાલપુરા ગામ, નિશાળ ફળીયુ, તા.વ્યારા, જિ.તાપી મુળ રહે. તાડકુવા ગામ, ડુંગરી ફળીયુ, તા.વ્યારા, જિ.તાપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ (૦૧) સોનાની ચેન આશરે બે તોલાની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા (૦૨) સોનાનું મંગળસુત્ર આશરે દોઢ તોલાનું કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી રૂ.૩,૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી બાકીના ચોરીમાં ગયેલ ઘરેણા ઉપર ગોલ્ડ લોન લીધેલા કબુલાત કરતા બાકીના ચોરીમાં ગયેલ ઘરેણા (૦૧) જુનું સોનાનું મંગળ સુત્ર આશરે ચાર તોલાનું કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- (૦૨) સોનાના પાટલા નંગ-૦૨ (૧ જોડી) આશરે પાંચ તોલાના કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી રૂ.૯,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી, કુલ્લે કિ.રૂ.૧૨,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, ચોરીમાં ગયેલ મુદ્દામાલ ૧૦૦% રીકવર કરી, ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી વ્યારા પોલીસ ટીમે પ્રસંશનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) શ્રી બી.જી. રાવલ, પો.ઇન્સ., વ્યારા પો.સ્ટે.
(૨) શ્રી જે.એન. જોષી, સેકન્ડ પો.ઇન્સ., વ્યારા પો.સ્ટે.
(૩) આ.પો.કો. વિજયભાઇ બબાભાઇ વ્યારા પો.સ્ટે.
(૪) અ.પો.કો. પ્રકાશભાઇ અરવિંદભાઇ વ્યારા પો.સ્ટે.
(૫) અ.પો.કો. કલ્પેશભાઇ કમચીભાઇ વ્યારા પો.સ્ટે.
(૬) આ.પો.કો. દિનેશભાઇ ઓટારામભાઇ વ્યારા પો.સ્ટે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
