માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેગામા-મોરીઠા કેન્દ્ર ચેમ્પિયન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રેગામા-મોરીઠા કેન્દ્રએ શાનદાર પ્રદર્શન કરીને તડકેશ્વર નૌગામા કેન્દ્રને હરાવી સતત બીજી વખત ચેમ્પિયન બનવાનો શ્રેય મેળવ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમે ઉત્તમ રમત અને ટીમ સ્પિરિટ દર્શાવી સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. સદર ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો રોમાંચક રહ્યો હતો, જેમાં રેગામા-મોરીઠા કેન્દ્રનાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ બેટિંગ અને બોલિંગ દ્વારા વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે ટીમે સતત બીજીવાર ચેમ્પિયન બની પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે સ્થાનિક શિક્ષક સંઘનાં આગેવાનો તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
