તાપી જિલ્લાની ચોરવાડ 108 ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી

0
IMG-20260305-WA0002
Contact News Publisher

ચોરવાડ ૧૦૮ એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના અગાસવણ ગામનો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ચોરવાડ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. સોનગઢ તાલુકા ના અગાસવણ ગામમાં રહેતા(મુલ રહે.બિરોટી મહારાષ્ટ્ર)ના સીતાબેન રાજુભાઈ કોયલેકર નામની મહિલા અતિ જોખમી સગર્ભા ને અગાસણથી તેને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધન ની તૈયારી કરી ને ઇએમટી નિરાલી ચૌધરી અને પાયલોટ દિવ્યમયંકભાઈ ગામીત એમ્બ્યુલન્સ ને રસ્તાની સાઈડ પર ઉભી રાખીને ઇએમટી દ્વારા અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુને જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ વ્યારા૧૦૮ દ્વારા પહોંચાડવા માં આવ્યા.

દર્દી અને તેના સગા સંબંધીઓએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા તાપી જિલ્લા 108 અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ચોરવાડ 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other