તાપી જિલ્લાના યુવાનો માટે સુવર્ણ તક! : જિલ્લા સ્તરે યુથ આર્ટીસ્ટ શિબિરનું આયોજન

0
painting
Contact News Publisher

યુથ આર્ટીસ્ટ શિબિર (ડ્રોઈંગ એન્ડ પેન્ટિંગ) 2025-26 માટે ૨૩ ફેબ્રુઆરી સુધી અરજી કરવાની રહેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૭. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા વર્ષ 2025-26 માટે “યુથ આર્ટીસ્ટ શિબિર (ડ્રોઈંગ એન્ડ પેન્ટિંગ)”નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય હેતુ તાપી જિલ્લાના યુવા કલાકારો તેમજ વિવિધ કલા સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચિત્રકલા ક્ષેત્રે માર્ગદર્શન, પ્રાયોગિક જાણકારી અને સર્જનાત્મક અનુભવ પ્રદાન કરવાનો છે.

શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક યુવા કલાકારો માટે પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં. ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, જિ. તાપી ખાતેથી મેળવી શકાશે. સંપૂર્ણ ભરેલ પ્રવેશપત્ર તા.૨૩/૦૨/૨૦૨૬ સુધી કચેરી સમય દરમ્યાન બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.

નિર્ધારિત સમયમર્યાદામાં કચેરી ખાતે પ્રાપ્ત થયેલ પ્રવેશપત્ર ધરાવતા શિબિરાર્થીઓને જ શિબિરમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other