ઉચ્છલમાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી, શ્રી જે.બી. આહિર, પોલીસ ઇન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ આનંદજીભાઇ ચેમાભાઈ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇને મળેલ સંયુકત બાતમી આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી-અનિલભાઇ વિનુભાઇ ગામીત ઉ.વ.૩૬ રહે- ગાંધીનગર ફળીયું, ભડભુંજા તા.ઉચ્છલ જી.તાપી ને તા.૦૫/૦૨/૨૦૨૬ ના રોજ પકડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામ, એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના, એ.એસ.આઇ આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *