તાપી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સંચાલક સાથે અવિવેક વાણી અભદ્ર વર્તન વ્યવહાર કરાતા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના શાળા સંચાલક હોદ્દેદારો દ્વારા આજરોજ તાપી જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યુ હતું.
આવેદનપત્રમા જણાવાયુ છે કે. “તાપી જિલ્લાના શાળા સંચાલક હોદ્દેદારો સાંજે જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલને આગામી ફેબ્રુઆરી ધોરણ ૧૦/૧૨ બોર્ડ લક્ષી પરીક્ષા પરત્વેની પ્રશ્નોની રજુઆત કરવા માટેનુ કારણ ગત વર્ષે માર્ચ – ૨૦૨૫ મા જિલ્લા પરીક્ષા સમિતિમા બોર્ડના નિયમાનુસાર સંચાલક મંડળના હોદ્દેદારો અપેક્ષિત હોવા છતા પણ સંચાલકોની ઉપેક્ષા કરવામા આવી હતી જેથી હમારી રજુઆત ના સાંભળીને તરત જ બાળકોની બોર્ડ પરીક્ષા બાબતે સંકલન કરવાની જવાબદારી તમારી પણ થાય છે તેવા પ્રત્યુત્તર આપી અમારૂ બિલકુલ સાંભળ્યુ નહિ અને એમની વાતો પર મક્કમ રહિ તમોને જિલ્લા બોર્ડ પરિક્ષા સમિતિમા આચાર્ય ગૃપના માધ્યમથી જણાવવામા આવશે અને તમારે આવી રહેવાનુ રહેશે કોઇ અલગથી પત્ર વ્યવહાર કરવામા આવશે નહી એમ કહિ તેઓએ તમામ સ્ટાફને બોલાવી તેઓની સામે અવિવેક વાણી અભદ્ર વર્તન વ્યવહાર કરી હમોને “ગેટ આઉટ” કરી અપમાનીત કરવામા આવ્યા છે.. સંચાલકોને તુચ્છકારી વર્તન કરી ગેટ આઉટ કહી સંચાલકોનુ અપમાન કર્યુ છે તે કોઇપણ સંજોગોમા સાખી નહી લેવાય સુશ્રી ધારા પટેલનુ તુચ્છ વર્તન એ એક જિલ્લાના શિક્ષણાધિકારીને અશોભનીય છે. અધિકારી દ્રારા તુમાકી ભર્યું અને જોહુકમી વર્તનથી તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ અત્યંત દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે. આઝાદી મળ્યાને ૭૯ વર્ષ થયા છતા તાપી જિલ્લા શિક્ષણાધિકારીની નિમ્ન માનસિક્તા હજુએ અંગ્રેજો ગયા અને લીસોટા રહી ગયા તે મીજાજ અહી પ્રર્દશિત થયેલો જણાય છે. આમ તાપી જિલ્લા શિક્ષણાધિકારીને ખબર કરવા માંગીયે છીએ કે શાળાના સંચાલકો એટલે શાળાના મોભી માલિક અને દાતાઓ અને શ્રેષ્ઠીઓમા ગણના થાય છે સૌનુ માન સન્માન જાળવવુ એ ભારતીય પરંપરા મુજબ આપણા સસ્કાર છે તેનાથી વિપરીત જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ દ્રારા સૌનુ માન સન્માન ન જાળવી અભદ્ર વર્તન કરી અપમાનીત કરેલ છે. તે ચલાવી કે શાખી લેવાઈ નહી.”
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
