સાસુ અને નણંદ દ્ધારા વહેમ કરી વહુને ત્રાસ આપતાં તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સમજણ આપી સમાધાન કરાવ્યું
181
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામમાંથી 181 અભયમમા મહિલાનો કોલ આવતાં જણાવેલ કે તેમના સાસુ અને નણંદ તેમની જોડે ઝઘડો કરે છે, તેમની પર હાથ ઉપાડે છે, અને ત્રાસ આપે છે.
તાપી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જતા કાઉન્સિલિંગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિ પાંચ વર્ષ પહેલા ગુજરી ગયા હતાં અને તેમના બે બાળકો છે મહિલા બહેન તેમના સાસુ- સસરા જોડે રહે છે, તેમના સસરા બહારગામ કામ કરતાં હોવાથી રજા હોય ત્યારે ઘરે આવે છે અને ઘરમાં બધું પૂરું પાડે છે. મહિલાના સાસુ તેમના બાળકો સાચવી લે છે, મહિલા બહેન તેમનો નાનો મોટો ખર્ચો પુરો પાડવા કામ પર જાય છે બાળકો તથા પોતાનો ખર્ચો પૂરો પાડે છે, મહિલા બહેનના નણંદના પતિ નશો કરી હેરાનગતિ કરતા હોવાથી તેમના નણંદ એક વર્ષ પહેલા સાસરીમાંથી બાળકો લઈને પિયરમાં રહેવા આવી ગયા હતા. આથી તેમના બાળકોને પણ તેમની માતા સાચવે છે અને નણંદ-ભાભી જોડે જ દરરોજ કામ પર જાય છે તેમની પાસે એક જ ગાડી હોવાથી તેઓ બંને બહેનપણીની જેમ એક જ જગ્યાએ રોજ સવારે કામ પર જાય અને રોજ સાંજે જોડે ઘરે આવે છે, મહિલા બહેન મોબાઈલનો ઉપયોગ વધુ કરતા હોવાથી તેમની નણંદને તેમની પર શંકા કરતાં કે તેઓ કોઈની જોડે વાત કરે છે આથી તેમના નણંદ તેમની પર નજર રાખતા હતા અને તેમની માતાને પણ આ વિશે જાણ કરી હતી. આથી તેમના નણંદ અને સાસુ તેમની વિશે અંદર અંદર વાતો કરતા અને મહિલા જોડે બોલતા પણ ન હતાં, અને તેમના નણંદ તેમની જોડે કામ પર આવતા બીજી મહિલાને પણ તેમના ભાભી વિશે ગમે તેવી વાતો કરી હતી, આથી મહિલા ને બીજા પાસેથી તેમની ખોટી વાતો મળતા તેઓ તેમની નણંદ અને સાસુ જોડે ઝઘડો કરવા લાગ્યા, જેથી તેમના સાસુ અને નણંદ તેમને ગમે તેમ બોલવા લાગ્યા તથા તેમની પર વહેમ કરતા હોય એવી રીતે ખોટા આક્ષેપો લગાવવા લાગ્યા જેમાં તેમના સાસુ એ તેમની પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો જેના કારણે બંને પક્ષ વચ્ચે ખેંચતાણ થતા મહિલાનાં સાસુએ તેમની પર હાથ ઉપાડેલ ને તેઓ તેમને ઘરમાંથી નીકળી જવા જણાવવા લાગ્યાં. આથી તાપી જિલ્લાની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જઈ તેમના સાસુ અને નણંદને સમજાવ્યા તેમની વચ્ચે જે બાબતે ઝઘડો હતો તેનું નિરાકરણ લાવેલ તથા તેમની વહુ કોઈ જોડે વાત નથી કરતા તેની ખાતરી અપાવેલ અને ભરોસો રાખવા જણાવેલ. તેમની સાસુને પોતાની દીકરી છે એવી રીતે રાખવા જણાવેલ અને શાંતિથી રહેવા જણાવેલ મહિલાના નાણંદને સાબિતી વગર ખોટી રીતે તેમની જોડે ઝઘડો કરવા ના પાડેલ ને તેઓ બંનેને મિત્રની જેમ રહેવા જણાવેલ છે ને એક બીજા ની વાતો કોઈ ને નહીં કરવી તેમ સમજીને રહેવા જણાવેલ તથા તેમની સાસુને તેમની દીકરી અને વહુ વચ્ચે પક્ષપાત નહીં કરવું તેની સમજણ આપેલ, મહિલાના સાસુ અને નણંદ સમજી જતા તેઓ હવે પછી મહિલા જોડે ઝઘડો નહીં કરે તેમ જણાવતા તેમને સારી રીતે રાખશે તેમની જોડે વાત કરશે તેવું જણાવતા, તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સ્થળ પર સુખદ સમાધાન કરવામાં આવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
