વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ – રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

0
IMG-20251231-WA0013
Contact News Publisher

રૂ. ૯૫ લાખના ખર્ચે નિર્માણ પામશે આંબા પ્રાથમિક શાળાનું નવું ભવન : મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૧. :- તાપીના પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે બુધવારે સોનગઢ તાલુકાના આંબા ગામે અંદાજિત રૂ. ૯૫ લાખના ખર્ચે આકાર પામનાર આંબા પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

આ તકે મંત્રીશ્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે માત્ર પુસ્તકો જ નહીં, પણ સુવિધા સજ્જ ભૌતિક માળખું પણ તેટલું જ અનિવાર્ય છે. ગામડાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે શૈક્ષણિક સુવિધા પુરા પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ તકે, અહીંના બાળકો પણ શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરીને તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓને ભણતર માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાના આશયથી આ નવા ભવનમાં સુવિધાસભર ૫ નવા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, શ્રી મહેન્દ્રભાઈ કોંકણી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other