તાપી જીલ્લાના વાઝરડા આશ્રમ શાળાની NSS કેમ્પ દરમ્યાન મુલાકાત કરતી તાપી જીલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પોલીસ દ્વારા ગ્રામસેવા સમાજ વ્યારા સંચાલિત વાઝરડા આશ્રમ શાળા ખાતે વ્યારા કોલેજ દ્વારા આયોજીત રાષ્ટ્રીય સેવા યોજના (NNS) ના વાર્ષિક શિબિરના સમાપન સમારોહમાં તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.જી. નરવાડે, વ્યારા વિભાગે હાજરી આપી શિબિરમાં જોડાયેલ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ તથા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/વિધાર્થીનીઓ સાથે સંવાદ કરી તેઓને તેઓનું ભાવી ઉજવળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપી ટાઇમ મેનેજમેન્ટ કરવા, યોગ્ય દિશામાં સાતત્યતા પુર્વક મહેનત કરવા જણાવી યુવાન પેઢીને વ્યસનથી દુર રહેવા, નિષ્ફળતાથી હતાશ નહીં થવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સુચન કર્યા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
