નિઝર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

0
IMG-20251205-WA0012
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઇ લીલકિયાભાઇ એલ.સી.બી. તાપી સાથે એલ.સી.બી., તાપીના પોલીસ માણસો સાથે કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઇ. જયેશભાઇ લીલકિયાભાઈ તથા અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે કુકરમુંડા ત્રણ રસ્તા પાસેથી નિઝર પોલીસ સ્ટેસ્ટેશમા નોંધાયેલ પ્રોહિબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- બહિરામ ધારાસિંગ ભીલ, ઉ.વ.૨૩, રહે-બોરાળા, તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને પકડી પાડી તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી અર્થે કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયેશભાઇ લીલકિયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other