પ્રાથમિક શાળા કોબામાં વિધાર્થીઓને દફતર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
IMG-20251120-WA0022
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળા કોબામાં આજે તમામ વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં દાતાશ્રી શ્રી મહેબુબભાઇ મલેકનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે બાળકોના શૈક્ષણિક વિકાસને7 પ્રોત્સાહન આપવા અને અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ પેદા થાય તેવા હેતુસર આ મદદગારી કરી હતી.

કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીએ બાળકોને મહેનત, સંયમ અને શિક્ષણના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી શબ્દો પાઠવ્યા. શાળાના શિક્ષકમંડળે દાતાશ્રીની આ માનવસેવા પ્રવૃત્તિ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

શાળાના તમામ બાળકોને ગુણવત્તાસભર દફતર કીટ મળતા આનંદ અને ઉત્સાહ છલકાયો હતો. શાળાના આચાર્યશ્રી ધર્મેન્દ્ર પટેલ દ્વારા તમામ બાળકો માટે પ્રોત્સાહન મળે અને વધુ અભ્યાસ કરી શકે એ માટે અનેક પ્રયત્નો કરતા રહે છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other