જળાશયમાં પાંજરાપાલનથી મત્સ્ય ઉછેર વિષય પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ જળાશયમાં પાંજરાપાલનથી મત્સ્ય ઉછેર વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉકાઈ જળાશય પર કાર્યરત ૪ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના ૪૦ જેટલા મંત્રીઓ અને સભ્યો હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં હેડ, સીઓઈ કાયુ ઉકાઈ, ડો. સ્મિત લેન્ડે દ્વારા જળાશયમાં પાંજરાપાલન માટેની ઉજ્જવળ તકો બાબતે ઉપસ્થિત રહેલ મત્સ્ય ખેડુતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહેલ તમામ સભ્યોને ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
