ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 

0
IMG-20251007-WA0004
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 ની સત્રાંત પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયેલ છે.

તાલુકાની 105 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત સમયપત્રક મુજબ પરીક્ષાનો પ્રારંભ થયેલ છે ત્યારે સૌ પરીક્ષાર્થી બાળકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ જરગલિયા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પણ ઓલપાડ સહિત જિલ્લાનાં તમામ તાલુકાઓનાં બાળકોને પરીક્ષાલક્ષી હાર્દિક શુભકામના પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other