શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરી કિર્તીકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં ૮૩ બાળકોનું નામાંકન કરાયું

0
શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરી કિર્તીકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં ૮૩ બાળકોનું નામાંકન કરાયું
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪ :- ભૂલકાંઓના ખિલખિલાટ અને શૈક્ષણિક પ્રગતિના ગુંજારવ વચ્ચે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. પ્રવેશોત્સવના બીજા દિવસે શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરીશ્રી કિર્તીકુમાર સોલંકીએ સોનગઢ તાલુકાના લિંબી ક્લસ્ટરની વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી.

 

શ્રી સોલંકીએ લિંબી, ભટવાડા અને ખેરવાડા પ્રાથમિક શાળાઓમાં કુલ ૨૪ ભૂલકાંઓનું તેમજ બાળવાટિકામાં કુલ ૩૩ ભૂલકાંઓનું આનંદમય વાતાવરણમાં નામાંકન કરાવ્યું હતું. ઉપરાંત સરકારી માધ્યમિક શાળા લિંબી અને સરકારી માધ્યમિક શાળા ખેરવાડામાં ધોરણ-૯માં કુલ ૨૬ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.

 

પ્રવેશ મેળવનાર ભૂલકાંઓ તથા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શ્રી સોલંકીએ શાળાના સ્માર્ટ ક્લાસ, લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ તેમજ હોસ્ટેલ જેવી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

 

આ પ્રસંગે શાળા સંચાલક મંડળ તથા એસ.એમ.સી. (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શિક્ષણની ગુણવત્તા સુધારણા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક વાતાવરણ વધુ મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. અંતમાં મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *