સોનગઢ ખાતે “આદિસેવા અભિયાન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા ૨૦૩ આદિજાતિ ખેડુતોને વન અધિકારપત્રો તેમજ દવા છંટકાવ પંપ, બકરા એકમ, ટ્રેક્ટર, રોટાવેટર મશીન જેવી સહાય સાથે કુલ ૨૪૦ લાભાર્થીઓને સીધો લાભ અપાયો

0
IMG-20250921-WA0027
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગતરોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે “આદિસેવા અભિયાન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં રૂ૩.૨૨ કરોડના કુલ ૪૬ વિકાસ કાર્યોનું માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ દ્વારા ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

જિલ્લાના સાત તાલુકાઓમાં કાર્યરત થનારા ૨૮૪ આદિસેવા કેન્દ્રોના ઈ-લોકાર્પણ સાથે હવે ગામડાના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પોષણ અને શાસન સંબંધિત સરકારી સેવાઓનો સીધો લાભ મળશે.

કાર્યક્રમ દરમ્યાન ૨૦૩ આદિજાતિ ખેડુતોને વન અધિકારપત્રો તેમજ દવા છંટકાવ પંપ, બકરા એકમ, ટ્રેક્ટર, રોટાવેટર મશીન જેવી સહાય સાથે કુલ ૨૪૦ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવ્યો. આદિસેવા અભિયાન દ્વારા આદિવાસી સમાજને આત્મનિર્ભરતા તરફ દોરી જવાનું અને દરેક પરિવારમાં સુખ-સમૃદ્ધિ પહોંચાડવાનું રાજ્ય સરકારનું દ્રઢ સંકલ્પ છે.

આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત, કલેક્ટર ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહિવટદાર શ્રી જયંતસિંહ રાઠોર, સહિત અન્ય હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other