નિરાધાર બનેલ વૃદ્ધ વિધવા મહિલાની વ્હારે આવતું વ્યારાનું સખી વન સ્ટોપ સેન્ટર-તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નિરાધાર બનેલ વૃદ્ધ વિધવા મહિલા ને તા.29.1.2025 ના રોજ 181મહિલા અભયમ ટીમ દ્વારા એક 70 વર્ષ ની પીડિતા બહેનને પોતાનો એકના એક દીકરાના અવસાન બાદ દીકરાની વહુ અને પૌત્ર દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા પીડિતા ને ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર તાપી આશ્રય માટે લાવવામા આવેલ, જેમનું કાઉન્સેલિંગ કરતાં પીડિતા એ જણાવેલ કે તેમના પતિ ના અવસાન બાદ દીકરા અને વહુ સાથે પોતાનું ગુજરાન ચલાવતા આવેલ પરંતુ દીકરા નું આકસ્મિક મૃત્યુ થતા થોડા સમય બાદ દીકરાની વહુ અને પૌત્ર દ્વારા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે એક પીબીએસસી સેન્ટર દ્વારા 181 મહિલા અભયમ્ ટીમનો સંપર્ક કરી તેમની પાસે રહેવા માટે કોઈ પણ ઘર ના હોવાથી પીડિતા ને સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે લઈ આવેલ. સેન્ટર ખાતે તેમનું કાઉન્સેલિંગ, તબીબી સારવાર અને 4 દિવસ નો આશ્રય સેવા પુરી પાડવામાં આવ્યા બાદ તેમને લાંબા ગાળાના આશ્રય માટે મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમના માર્ગદર્શન હેઠળ ઓલ્ડ એજ હોમ ડિંડોલી સુરત મુકવામાં આવ્યા હતા. જ્યાં તેઓ એ 8 માસ ના આશ્રય બાદ અચાનક સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે ફોન આવેલ અને જણાવેલ કે મને અહીંયા ગમતું નથી અને તમે મને પાછા તમારા સેન્ટર ખાતે લઈ જાઓ અને મને ઓલ્ડ એજ હોમ ખાતે રહેવું નથી અને બીજા દિવસે તા.10.9.2025 ના રોજ ઓલ્ડ એજ હોમ ડિંડોલી સુરતના વ્યવસ્થાપક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપી ના સેન્ટર એડમિનિસ્ટ્રેટરશ્રી મીનાબેન પરમારને ટેલિફોનીક જાણ કરી હતી કે, આ વૃધ્ધા બા અહીંયા રહેવા માંગતા નથી પાછા એમને તમે આવી લઈ જાવ એવું જણાવેલ જેની જાણ હર હંમેશા કોઈ પણ પીડિતાની મદદ માટે પડખે ઉભા રહેતા એવા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમને જાણ કરતા તેઓએ તરત જ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મીનાબેન પરમારને પીડિત વૃધ્ધાને વૃધ્ધાશ્રમ થી સેન્ટર ખાતે લઈ આવવા જણાવેલ અને તેમની સૂચના અને માર્ગદર્શનથી તેમને OSC સેન્ટર ખાતે લઈ આવેલા, તે દરમ્યાન પીડિત વૃધ્ધાએ ૮ વર્ષ થી પોતાની પાસે સાચવી રાખેલ એક મોબાઇલ નંબર જે સિદદીકભાઈ ટીમોલનો હતો એ કેન્દ્ર સંચાલક ને આપતા તેઓ એ તરત જ ટેલિફોનીક વાત કરતા તેઓ મુસ્લિમ પરિવાર ના હોય અને તેમનું નામ સિદ્દીક ભાઈ આદમજી ટીમોલ.રહે લીમડા વાડી નવાપુર, જિલ્લા નંદરબાર નું જણાવેલ અને તેઓ તેમને ઘણા વર્ષો થી ઓળખતા હોય તેવું જણાવેલ અને તેઓ તરત જ પીડિતા હિંદુ વિધવા વૃધ્ધ મહિલાને પોતાની સાથે સ્વેચ્છાએ લઈ જવા માંગતા હોય અને વૃધ્ધા પણ મુસ્લિમ પરિવાર સાથે સ્વેચ્છાએ જવા માંગતા હોવાથી તેમનો કબજો મુસ્લિમ યુવાન સિદદીકભાઈ આદમ ટીમોલ રહે.લીમડાવવાડી નવાપુરને સોંપી હિન્દુ વૃધ્ધ વિધવા મહિલાને પોતાના પરિવારનુ એક સભ્ય સમજી સ્વીકાર કરી સાથે લઈ જતા તેમનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું. આમ નિરાધાર બનેલ હિન્દુ વૃધ્ધાને મુસ્લિમ પરિવારે સ્વીકારતા જાત ભેદ ભૂલી માનવતા મહેકાવી હતી
આમ ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યરત “સખી વન સ્ટોપ સેન્ટર “તાપી ના સ્ટાફનો તથા જીલ્લા મહિલા બાળ અધિકારીશ્રી તાપીનો પીડિતા વૃદ્ધા અને મુસ્લિમ પરિવારે આભાર વ્યકત કર્યો હતો.
